ગાયો સાઈડ પર લેવાનું કહેતાં જ ભરવાડે એસટી બસના ડ્રાઈવરની હત્યાનો પ્રયાસ કર્યો

Contact News Publisher

સાવલી ટાઉનમાં આવેલ દામોદરનગર પાસેથી એસટી બસ પસાર થતી હતી ત્યારે આગળ ગાયો લઈને જતા ભરવાડને બસના ચાલક સંજય તખતસિંહ વાઘેલાએ હોર્ન મારવા છતાં ભરવાડ ગાયો રોડની સાઈડ પર લેતો ન હતો જેથી બસના ચાલક સજયભાઈએ બારીમાંથી બૂમ પાડી ભરવાડને ગાયો સાઈડ પર લેવાનું કહેતા ભરવાડ ઉશ્કેરાટ ગયો હતો અને બસને લાકડાની ડાંગો મારતા દ્રાઈવર અને કંડકટર વિરેન્દ્રસિંહ કિરૂપસિંહ સોલંકી બંને બસમાંથી નીચે ઉતરતા જ સુખા ઉર્ફે દેવરાજ મુફાભાઈ ભરવાડે અપશબ્દો બોલી દ્રાઈવર સંજયને માથામાં જોરદાર ડાંગના ફટકા મારી દ્રાઈવરની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે ભરવાડ સામે ગુનો દાખલ થતા સાવલી પોલીસે તપાસ હાથ ધરી છે.