મોબાઇલ યુઝર્સ સાવધાન! નહીં તો બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક, સરકારે કર્યું એલર્ટ જાહેર

Contact News Publisher

ભારત સરકારની સાઈબર ડિફેન્સ એજન્સી કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એ મોબાઈલ યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. બેન્ક સંબંધિત ડિટેઈલ્સ ચોરી થઈ શકે છે. એજન્સીએ કેટલીક જોખમી વલ્નરબિલિટી વિશે જણાવ્યું છે, જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. CERT-in એક નોડલ એજન્સી છે, જે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલજી હેઠળ કામ કરે છે. ઉપરાંત સમયાંતરે ઈન્ટરનેટ સેફ્ટી સાથે સંબંધિત એડવાઈઝરી પણ જાહેર કરે છે.CERT-inએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક વલ્નરબિલિટી જોવા મળી છે, જે હેકર્સને મોબાઈલનું એક્સેસ આપી શકે છે.

વલ્નરબિલિટીની મદદથી હેકર્સ મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવી શકે છે. ત્યારપછી મોબાઈલમાંથી જરૂરી ડેટા ચોરાઈ શકે છે. CERT-inએ જણાવ્યું છે કે, એન્ડ્રોઈડ 11, એન્ડ્રોઈડ 12 અને એન્ડ્રોઈડ 13 પર કામ કરતા ડિવાઈસ પર સૌથી વધુ અસર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ વલ્નરબિલિટીનો સંબંધ ગૂગલ પ્લે સિસ્ટમ, ક્વાલકોમ કંપોનેંટ્સ સાથે છે. કેટલાક વલ્નરબિલિટીના નામનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જોખમથી બચવા માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોનને અપડેટ કરી લેવો. ગૂગલ સિક્યોરિટી પેચ જાહેર કરે છે. જે યૂઝર્સને સેફ રાખવાનું કામ કરે છે. મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવા માટે યૂઝર્સે એક પ્રોસેસ ફોલો કરવાની રહેશે. જે માટે યૂઝર્સે મોબાઈલ સેટિંગ્સમાં જવું, ત્યાં એબાઉટ ફોનમાં જઈને સિસ્ટમ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે.