‘જો અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું તો ફરીવાર…’, ઉદ્ધવ ઠાકરે આ શું બોલ્યા, નિવેદન સાંભળી ચોંકી ઉઠશો

Contact News Publisher

ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે અને કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરનારા લોકો સાથે એટલે કે ‘વાપસી યાત્રા’ દરમિયાન ‘ગોધરા જેવી’ ઘટના બની શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મંદિરના ઉદ્ઘાટનને લઈને આ નિવેદન રવિવારે મુંબઈથી 400 કિમી દૂર જલગાંવમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે ‘એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે અહીંથી મોટી સંખ્યામાં લોકોને બસો અને ટ્રકોમાં આમંત્રિત કરી શકે છે અને તેમની પરત યાત્રામાં ગોધરા જેવી ઘટના બની શકે છે. ’27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા ‘કારસેવકો’પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. એ બાદ રાજ્યભરમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા.