અંજાર પાસે જોગણીનાર નજીક કાંઠે એક કિલો હેરોઇન તણાઈ આવ્યું

Contact News Publisher

કચ્છના દરિયા કાંઠે નલિયા અને જખૌમાં અવાર નવાર શંકાસ્પદ સર્ચ ઓપરેશનમાં ચરસ અને હેરોઇનના પેકેટ મળી આવ્યા છે. જેમની તપાસ વિવિધ ટિમો દ્વારા કરાઈ રહી છે. આ દ્રગ્સના પેકેટ ક્યાંથી આવે છે અને કોણ લઈ આવે છે તે હજુ સુધી બહાર આવી શક્યું નથી તેવામાં હવે પ્રથમ વખત બુધવારના સવારના ૧૧ વાગ્યાના અરસામાં જોગણીનાર નજીક દરિયા કાંઠે એક શંકાસ્પદ સફેદ પાઉડર મળી આવ્યો હતો. જેની તપાસ કરતા અંદાજીત ૫ કરોડના કિંમતનો હેરોઇનનો પેકેટ હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના જોગણીનાર નજીક આવેલા સોલ્ટ વિસ્તારમાં દરિયા કાંઠે સફેદ કલરનું પાવડર ભરેલું શંકાસ્પદ પેકેટ હોવાનું સ્ટેટ આઈ.બી.ની ટીમને બાતમી મળી હતી. જેના આાધારે આઈ.બી.ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંદાજિક ૧ કી. ગ્રામની ઘનતા વાળો સફેદ પાવડર મળી આવતા કંડલા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેાથી કંડલા મરીન પોલીસના અિધકારીઓ દરિયા કાંઠે પહોંચી આવ્યા હતા. સાથે એફ. એસ. એલના અિધકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને આ સફેદ કલરના પાઉડરની પ્રાથમિક તપાસણી કરતા માલુમ પડયું હતું, કે આ સફેદ પાઉડર માદક પદાર્થ હેરોઇન છે જેની ખરાઈ એફ એસ એલના અધકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત ૫ કરોડ આકવામાં આવી હતી. તો બીજી તરફ આ બાબતે કંડલા મેરિન પોલીસ મથકનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સવારે મળેલા દ્રગ્સની જાણકારી મોડી રાત સુધી પોલીસ આપી શકી ન હતી કે કોઈપણ પ્રકારની વિગતો પણ જાહેર કરી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છમાં તો અવર નવર દ્રગ્સના પેકેટ મળતા રહે છે પરંતુ હવે દ્રગ્સ માફિયાઓએ પોતાનો રસ્તો બદલ્યો હોય તેમ પ્રથમ વખત પૂર્વ કચ્છના દરિયા કાંઠે દ્રગ્સનો પેકેટ મળી આવતા વહીવટી તંત્રમાં દોડાધામ મચી ગઈ હતી.