ભારતીય સેનાનું બીગ ઓપરેશન, અનંતનાગમાં ઠાર માર્યાં 3 આતંકીઓ, ફાયરિંગથી ગૂજ્યાં પહાડો

Contact News Publisher

ગુરુવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં માનવતાના દુશ્મન એવા આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના 3 જાંબાઝ શહીદ થયા હતા. 3 અફસરોની શહાદત બાદ ભારતીય સેનાએ ત્વરિત કાર્યવાહી કરીને આતંકીઓ સામે મોટું ઓપરેશન શરું કર્યું હતું. ઈન્ડીયન આર્મીએ ચોથા દિવસના એન્કાઉન્ટરમાં આતંકીઓ સાથે મોટો ખેલ પાર પાડ્યો છે અને અનંતનાગના કોકરનાગાની ખીણમાં છુપાયેલા 5 આતંકીઓમાંથી 3ને ઠાર માર્યાં ગયા હતા જ્યારે બાકીના 2ને પણ ઠેકાણે પાડવા કમર કસી હતી.કોકેરનાગમાં સુરક્ષાદળો ડ્રોનથી એટેક કરી રહ્યાં છે. આ એન્કાઉન્ટર ઉરી વિસ્તારમાં થયું છે. બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. પરંતુ જે વિસ્તારમાં ત્રીજો આતંકી ઠાર મરાયો છે તે વિસ્તાર પાકિસ્તાની ચોકીની ખૂબ જ નજીક છે, તેથી દુશ્મનની ચોકી પરથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્રણેય આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. આ સાથે જ કિશ્તવાડમાં જે ઘરોના લોકો પીઓકેમાં આતંકી ટ્રેનિંગ માટે ગયા છે તેમના પર પોલીસે નોટિસ ચોંટાડી છે.નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે અનંતનાગના કોકેરનાગમાં ચાલી રહેલા ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ગ્રાઉન્ડ કમાન્ડરો દ્વારા તેમને ઓપરેશન્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ કહ્યું કે દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે ગોળીબારની સાથે હાઈટેક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનંતનાગમાં એન્કાઉન્ટર સ્થળ પર ફરી ફાયરિંગનો અવાજ સંભળાયો છે. કોકેરનાગની ટેકરીઓ ભારે ગોળીબારથી ગુંજી ઉઠી છે. 15 કોર્પ્સના સૈનિકો સર્વેલન્સ તેમજ કોકેરનાગ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ પર ગોળીબાર માટે ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા દળોએ ફોર્સ્ટર વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકાવાળા વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા હતા. ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ વ્યક્તિગત રીતે ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગુરુવારે અનંતનાગના કોકરનાગમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના એક કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા જે પછી ઈન્ડીયન આર્મીએ મોટું ઓપરેશન ચલાવ્યું હતું.