મોબાઇલે છીનવ્યું બાળકો નું બાળપણ! , બાળકો રોજ 3થી 6 કલાક સુધી મોબાઇલમાં વ્યસ્ત રહે છે

Contact News Publisher

ભારતનાં શહેરોમાં રહેતા 61% માતા-પિતાના કહેવા મુજબ, તેમનાં બાળકો 3 કલાક કે તેથી વધુ સમય ઓનલાઇન ગેમિંગ, ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં વિતાવે છે. લોકલસર્કલ નામની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, દેશનાં શહેરોમાં રહેતા 73% માતા-પિતા ઇચ્છે છે કે તેમનાં બાળકોના સોશિયલ મીડિયા અને ઓનલાઇન એપ્લિકેશનના ઉપયોગ પહેલા તેમની સહમતિ લેવામાં આવે. સર્વે મુજબ, સૌથી વધુ 37% માતા-પિતાનું કહેવું છે કે બાળકો મોટાભાગનો સમય વીડિયો/ઓટીટી (યુટ્યુબ, પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરે) જોવામાં વિતાવે છે.

સર્વે મુજબ, દર 3માંથી 1 વાલી કહે છે ઓનલાઇન રહેવાની આદતના કારણે બાળકોમાં ચીડિયાપણું અને આક્રમકતા, એકાગ્રતાનો અભાવ, યાદશક્તિની સમસ્યાઓ, માથાનો દુખાવો, આંખ અને પીઠની સમસ્યાઓ, તણાવ, ચિંતા, સુસ્તી અને ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. લોકસસર્કલ દ્વારા કરાયેલા સર્વેમાં, શહેરોમાં રહેતા 9થી 17 વર્ષના બાળકોના 46 હજાર માતા-પિતાનો સમાવેશ કરાયો છે.

સોશિયલ મીડિયા, વીડિયો અને ઓટીટી પર સમય વિતાવાથી કારણે બાળકોના વર્તનમાં પરિવર્તન આવ્યું છે. સર્વે મુજબ, 39% માતા-પિતા કહે છે તેમના બાળકો વધુ આક્રમક થઇ ગયા છે. 37% માતા-પિતા મુજબ, બાળકોમાં ઉતાવળિયાં બની ગયા છે. 27% વાલીઓ કહે છે બાળકો આળસુ થઇ ગયા છે. 25% વાલીઓ માને છે કે બાળકો હાઇપર એક્ટિવ બન્યા છે. 22% માતા-પિતા કહે છે કે બાળકો હતાશ બન્યા છે. સર્વે મુજબ દર ત્રણમાંથી 1 વાલીનું કહેવું છે કે ઓનલાઇન રહેવાની આદતના કારણે તેમના બાળકો વધુ આક્રમક, આળસુ અને ઉદાસીન થઇ ગયા છે.

18 વર્ષથી ઓછી વયના બાળકો માટે વિવિધ એપ્લિકેશનના ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવી જોઇએ કે નહીં? તેના જવાબમાં 73% માતા-પિતા કહે છે કે મંજૂરી ફરજિયાત કરવા જણાવ્યું હતું. જ્યારે માત્ર 13% વાલીઓનું કહેવું છે કે 15 વર્ષથી નાના બાળકો માટે માતા-પિતાની મંજૂરી હોવી જોઇએ.

ભારતનાં શહેરોમાં રહેતા 61% માતા-પિતાના કહેવા મુજબ તેમનાં બાળકો 3 કલાક કે તેથી વધુ સમય ઓનલાઇન ગેમિંગ, ઓટીટી અને સોશિયલ મીડિયામાં વિતાવે છે. લોકલસર્કલ નામની કંપની દ્વારા કરવામાં આવેલા સરવે મુજબ

46% માતા-પિતા કહે છે કે બાળકો 3થી 6 કલાક ઓનલાઇન રહે છે

37% માતા-પિતા કહે છે કે તેમના બાળકો મોટાભાગનો સમય વીડિયો/ઓટીટી (યુટ્યુબ, પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરે) જોવામાં વિતાવે છે. જ્યારે 35% માતા-પિતાનું કહેવું છે કે બાળકો સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ વગેરે) પર વધુ સમય વિતાવે છે. 33% માતા-પિતાના કહેવા મુજબ, બાળકો ઓનલાઇન ગેમ (પબજી,માઇનક્રાફ્ટ, ફેન્ટસી સ્પોર્ટ્સ, વગેરે)માં વિતાવી દે છે.

સર્વે મુજબ, 61% શહેરી માતા-પિતાનું કહેવું છે કે તેમનાં બાળકો સોશિયલ મીડિયા, વીડિયો/ઓટીટી અને ઓનલાઇન ગેમ્સ રમવામાં રોજ 3 કલાક કે તેથી વધુ સમય વિતાવે છે. 46% માતા-પિતા કહે છે કે બાળકો 3થી 6 કલાક સુધી ઓનલાઇન રહે છે. 15% વાલીઓ કહે છે કે બાળકો 6 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્સ રમવામાં વિતાવે છે.

Exclusive News