જામનગરમાં કોલેજીયન યુવતીને છરીના આડેધડ ઘા ઝીંકાયા યુવતી સારવાર હેઠળ….

Contact News Publisher

જામનગર ની મહિલા કોલેજ પાસેથી પસાર થઈ રહેલી એક કોલેજીયન યુવતી ઉપર એક અજાણ્યા શખ્સે અચાનક આવીને છરી વડે હુમલો કરી દીધો હતો, અને છરીના ત્રણ ઘાઝીંકી દેતાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી મિતાલી પરમાર નામની કોલેજીયન યુવતી શુક્રવારે સાંજે મહિલા કોલેજ રોડ પરથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સએ આવી તેણીના ગળાના ભાગે, તેમજ પેટના ભાગમાં છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. તેથી તેણી લોહી લુહાણ થઈ હતી. ત્યાં એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત યુવતિને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી. જ્યાં તેણીની સધન સારવાર ચાલી રહી છે.

આ બનાવને લઈને મહિલા કોલેજ રોડ પર ભારે દોડધામ થઈ હતી. આ બનાવ પછી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને ઇજાગ્રસ્ત યુવતિની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.