હરામીનાળા પાસે ઝડપાયેલા પાકિસ્તાની અને બાજનું ઘેરૃં રહસ્ય ઉકેલવા તપાસ

Contact News Publisher

કચ્છના સરહદી સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં શનિવારે ઝડપાયેલા પાકિસ્તાની ઘુસણખોર મહેબૂબ યુસુફને આજે ભુજના હરિપર રોડ સિૃથત જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. જ્યાં જુદી જુદી એજન્સીઓ પુછપરછ હાથ ધરશે. સુરક્ષા એજન્સીઓને પાકિસ્તાની ઘૂસણખોર અને તેની સાથે મળી આવેલા બાજ અંગેની અનેક બાબતો ગળે ઉતરતી નાથી. મહેબૂબઅલી એવો બચાવ કરે છે કે, તે ભારતીય સીમામાંથી બાજ પકડીને પાકિસ્તાનમાં તેનું વેચાણ કરે છે. જો કે, એજન્સીઓએ ઝડપી લીધાં પછી બાજ થોડો સમય પણ મહેબૂબઅલીથી દૂર થતું નહોતું. આ સંજોગોમાં બાજ પક્ષી તેનું પાળીતું હોવાની મજબૂત શંકા એજન્સીઓને છે. જો કે, બાજની તપાસ દરમિયાન કંઈ શકાસ્પદ જણાયું નાથી. આમ છતાં, જાસૂસી કર્યા પછી બાજ થકી કોઈ મેસેજ પાકિસ્તાનમાં મોકલવાનું કારસ્તાન તો નાથી ને? તે દિશામાં વિવિાધ એજન્સીઓ ઊંડાણભરી તપાસ કરી રહી છે.

સીમા સુરક્ષા દળની બટાલીયનની પેટ્રોલીંગ દરમિયાન હરામીનાળા નજીક સિંધના બદીન જિલ્લાના સીરાની ગામના ૩૦ વર્ષિય મહેબુબ અલી મોહમદ યુસુફને ઝડપી પાડવામાં આવ્યો હતો, તેના કબ્જામાંથી એક બાજ પક્ષી મળી આવ્યું હતું જે જીવીત છે.  સીમા સુરક્ષા દળની પ્રાથમિક પુછપરછ બાદ દયાપર પોલીસને આજે મહેબુબઅલીને સોપવામાં આવ્યો હતો. આ શખ્સના કબ્જામાંથી પાકિસ્તાની કરન્સીના રૃપિયા ૧૭૦૦, બે સીમ કાર્ડવાળો સાદો મોબાઈલ અને ચાર મીઠી સોપારીના પેકેટ કબ્જે કરાયા છે.

પાકિસ્તાની શખ્સ મહેબુબઅલી પાસેાથી કબજે કરાયેલું બાજ પક્ષી આજે પોલીસે વનવિભાગને સોપ્યું છે. રેન્જ ફોરેસ્ટ અિધકારી હસમુખ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, આ બાજને સકરો કહેવામાં આવે છે. હાલ તેના પગ અને શરીર પર ચેક કરતા કોઈ પણ દોરી કે વસ્તુ લાગેલી નાથી. આ બાજ પાકિસ્તાની છે કે ભારતનો છે તે તપાસ દરમિયાન જ ખ્યાલ આવશે. ઉલ્લેખનીય એ છે કે, જ્યારે આ પાકિસ્તાનીને પોલીસ માથકે લઈ અવાયો ત્યારે બાજ તેની બાજુમાં જ બેઠો રહ્યો હતો ત્યારે તે પાળીતું હોઈ શકે છે. ઘણી વખત પાકિસ્તાનીઓ બાજના પગમાં ચિપ્સ લગાડીને સરહદ પરની ગતિવિાધીઓ ચેક કરવા ઉપયોગ કરતાં હોય છે. આ સંજોગોમાં આ બાજનો જાસુસ તરીકે ઉપયોગ થતો હતો કે કેમ તે વાત પણ તપાસવામાં આવી રહી છે. ઝડપાયેલ શખ્સ એવું રટણ કરે છે કે, દરિયાઈ રણ સરહદે બાજ પક્ષીઓ હોય તેમને પકડીને પાકિસ્તાનમાં વેંચે છે. એક બાજનું વેચાણ કરતાં એક હજારાથી પંદર સો રૃપિયા મળે છે. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાનમાં બાજ પક્ષી કોણ પાળતું હશે તેમજ જો પાળવા માટે લઈ જતા હોય તો તે કોણ છે તે તપાસનો વિષય છે.

મહેબૂબ પાસેાથી મોબાઈલ ફોન કબજે કરાયો છે તેમાં તેણે કઈ કઈ જગ્યાએ વાત કરી છે તેની હકીકતો જાણવા માટે તપાસ શરૃ કરાઈ છે. આ યુવાન સિંધ પ્રાંતનો હોવાથી સિંધી બોલી રહ્યો છે. તે દરિયાઈ કરચલા અને પક્ષીઓ પકડવાનું કામ કરતો હોવાનું રટણ કરી રહ્યો છે. પણ તેની વાત ગળે ઉતરે તેમ નાથી. મેલાં કપડા અને થેલો લઈને ઘુમતો આ શખ્સ સરહદ પર ભુલાથી આવી ગયો હોય તેવું લાગતુ નાથી. જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ પુછપરછ હાથ ધરશે. લાંબા સમય બાદ હરામીનાળા નજીક ઘુસણખોર ઝડપાયો છે ત્યારે આ દિશામાં તપાસનીશો ગંભીર બન્યા છે.  તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કોટેશ્વર ખાતે મુરિંગ પ્લેસ અને મહત્વની ચોકીઓના લોકાર્પણને પગલે સરહદી સુરક્ષામાં વાધારો થવાની સાથે સીમા સુરક્ષા દળની પાંખ સુવિાધાને લઈને વધુ મજબુત બની છે. આવા તબક્કે જ બાજ સાથે એક પાકિસ્તાની પકડાયાંના મુદ્દે સુરક્ષા એજન્સીઓ ઊંડાણભરી તપાસ કરી રહી છે.