અંજારમાં પૂર્વ કચ્છ એલસીબીએ અને અંજાર પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂ ઝડપ્યો

Contact News Publisher

પૂર્વ કચ્છ એલસીબીએ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દરોડા દરમિયાન પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી 46,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બીજી તરફ અંજાર પોલીસે અંજારના શાંતિધામ વિસ્તારમાંથી દરોડા દરમિયાન પ્રોહીબીશનનો કેસ શોધી કુલ 26,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂર્વ કચ્છ એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.એમ જાડેજા તથા એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકીકત આધારે વ૨સાણા તા.અંજાર ખાતેથી દરોડા દરમિયાન હનુભા જગતસિંહ રાઠોડ (ઉ.વ. 48 ૨હે, વરસાણા તા.અંજાર)ને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36,840 કિંમતની કુલ 177 બોટલ અને 10,000 કિંમતનો એક મોબાઇલ કુલ 46,840 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે હાજર મળી ન આવેલ આરોપી પ્રદિપસિંહ હેતુભા જાડેજા (રહે. વસાણા)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અંજાર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજાર પીઆઇ એસ.ડી.સિસોદીયાએ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી હતી. અંજાર પોલીસે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે અંજારના શાંતિધામ વિસ્તારમાં રેઇડ કરી ચુતરા હેમા રામ (રહે.હાલે પ્લોટ 188 સર્વે નં.525 ભોલેનાથનગરમાં શાંતીધામ વરસામેડી તા.અંજાર)ને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 26,450ની 54 બોટલો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.