આ મિસ્ટર નટવરલાલે તો ભારે કરી! પોલીસકર્મીને પણ બાટલીમાં ઉતાર્યા, નફાની લાલચે આ રીતે લૂંટ્યો

Contact News Publisher

મેડિકલના ધંધામાં રોકાણ કરાવી નફાની લાલચ આપી ગઠિયાએ હેડ કોન્સ્ટેબલના પૈસા ચાંઉ કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય 10 લોકો સાથે ઠગાઈ કરતા સાણંદ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાણીપમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલને મેડીકલના ધંધામાં રોકાણ કરવાથી વધારે નફો મળશે તેવી મયંક વ્યાસ નામના શખ્સે લાલચ આપીને ગઠિયાએ રૂ.1.23 લાખ રોકાણ કરાવ્યું હતું. બાદમાં તે રૂપિયા ચાંઉ કરીને આરોપી મયંક વ્યાસ ફરાર થઇ ગયો હતો. આ મામલે હેડ કોન્સ્ટેબલ તપાસ કરતા ગઠિયાએ અનેક લોકો સાથે આ રીતે ઠગાઈ કરી હોવાનું સામે આવતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસે સ્ટેશનમાં એક ભોગ બનનાર એ મયંક વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાણંદ પોલીસે મયંક વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

રાણીપ રેલવે પોલીસ લાઈનમાં રહેતા રાકેશકુમાર પરમાર સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. રાકેશભાઇ સુભાસબ્રીજ સર્કલ પાસે ચા નાસ્તા માટે અવારનવાર આવતા અને ત્યાં મિત્રો સાથે બેસતા હતા તે દરમિયાન હોટલના મેનેજર મયંક વ્યાસ સાથે સંપર્ક થયો હતો. જેણે જણાવ્યું હતું કે મેડીકલના ધંધામાં રોકાણ કરવાથી સારો એવો નફો મળે છે. જેથી ફરિયાદીએ રોકાણ કરવાનું કહેતા તેમનો મોબાઈલ નંબર પણ આ ગઠિયાએ લીધો હતો.

બાદમાં તેને ફોન કરીને કહ્યું હતું કે, મારે મેડીકલના ધંધામાં પૈસાની જરૂર છે. તેમાં પૈસાનું રોકાણ કરો, હું તમને પ્રોફીટ કરાવી આપીશ. દર મહિનાની 1લી તારીખે તમને તેનું પ્રોફીટ આપીશ. જેથી રાકેશભાઈ વિશ્વાસમાં આવીને રોકાણ કરવા માટે ઓનલાઈન રૂ.1.23 લાખ મયંક વ્યાસને આપ્યા હતા.

ત્યારબાદ ફરીયાદીએ ગઠિયા પાસે રૂપિયા માંગતા તેણે ગુગલ પેથી રૂપિયા 30 હજાર આપ્યા હતા અને કહ્યું હતું કે, આ તમારો નફો છે. આ જ પ્રકારની લાલચ આપીને સાંણદના ભુરાકુમાર ગાયરીને પણ પોતાની વાતમાં ફસાવીને હજારો રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકારને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે આ મિસ્ટર નટવરલાલ.

આરોપી મિસ્ટર મહાઠગ મયંક વ્યાસ નર્સિંગમાં અભ્યાસ કરેલ છે. જેથી મેડિકલના ધંધાનો જાણકાર હોવાથી લોકોને આસાનીથી પોતાની વાતમા લઇ લેતો હતો અને લોકો મયંક વ્યાસની વાતથી પ્રભાવિત થઇ જતા હતા અને રોકાણ કરતા હતા, ત્યારે પોલીસે અન્ય કેટલાક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તેની તપાસ શરુ કરી છે.

Exclusive News