નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર

Contact News Publisher

અહેવાલ છે કે ડેમની સપાટીમાં વધારો થયો છે અને પાણીની આવક વઘી છે પણ હાલ આ માત્રા  ખુબ ઓછી છે જે વિનાશક પૂર લાવે તેટલી નથી. લોકોમાં પૂરને લઈ ભય ફેલાયો છે તો ફરી ડેમમાંથી ખુબ વધુ પાણી છોડાય તો શું થશે? ચિંતામાં લોકો સતત ગભરાટ અનુભવી રહ્યા છે અને આ કારણે વારંવાર અફવાહ પણ ફેલાઈ રહી છે.

ભરૂચમાં પૂરના પાણી ઓસરી ગયા પણ પૂરના પાણી અને તેના નુકસાનનો ભય લોકોના મનમાં ઘર કરી ગયો છે. અસરગ્રસ્તોની માનસિક સ્થિતિ બદતર બની છે. પાણીના કારણે લોકોને ઘરવખરી સહીત ખબ મોટું નુકસાન પહોંચ્યું છે. પાણી ખુબ ઝડપથી વધ્યા હતા અને લોકો કિંમતી સમાન બચાવવામાં પણ સફળ રહ્યા ન હતા. હવે લોકોમાં આ ભયના કારણે ફરી પૂર  આવવાનું હોવાનું અફવાહ ફેલાઈ રહી છે.

ગભરાયેલા લોકો દોડધામ કરી મૂકે છે તો અફવાહના કારણે તંત્રની મુશ્કેલીઓ પણ વધે છે. આખરે સત્તવાર ટ્વીટ દ્વારા કલેકટરે ફરી પૂર આવવાની હાલ કોઈ સ્થિતિ ન હોવાની જાહેરાત કરી સ્થાનિકોનો અફવાહથી દૂર રહેવા અપીલ કરી છે.