વડોદરા: હાઈવે પર ચાલતા પડી ગયેલા ઈજાગ્રસ્ત વૃદ્ધનું આખરે મોત

Contact News Publisher

વડોદરાના શહેરની ફરતેથી કરેલા હાઇવે પર એલ એન્ડ ટી કંપની પાસે 60 વર્ષીય વૃદ્ધ ચાલતા જતા હતા ત્યારે પડી ગયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વડોદરા શહેર નજીકની હાઇવે પર આવેલી l&t કંપની પાસે બની રહેલા કટારિયા શોરૂમ નજીક 18 મી તારીખે સવારે 5:00 વાગે ચાલતા જઈ રહેલા 60 વર્ષીય ખોડાભાઈ ચીમનભાઈ બારીયા રહે આકલી ગામ જીલ્લો દાહોદ પડી ગયા હતા. તેથી તેમને ઈજા પહોંચી હતી. ખોડાભાઈને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. બાપોદ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.