અમદાવાદ શહેરના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ જાહેર, IIM, ગુજરાત કોલેજ, શિવરંજની સહિતના બ્રિજની કેવી છે સ્થિતિ

Contact News Publisher

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પછી શહેરમાં બ્રિજની સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.82 બ્રિજમાંથી 55 બ્રિજની સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના 55માંથી 45 બ્રિજની સ્થિતિ સારી છે જ્યારે 9ની સ્થિતિ થોડી ઘણી સારી છે. અમદાવાદના એકમાત્ર બ્રિજ કેડિલા બ્રિજ નબળો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્રિજની સ્થિતિ સારી છે. અકસ્માત ટાળવા પાયર કેપની બહારની લાઇન પર રોડને અલગ પાડતા કર્બિંગની જરૂર છે. તમામ બેરિંગ પર રંગ કામની જરૂર છે. બોલ્ટ પરથી કાટ દૂર કરી બેરિંગને ગ્રીસ-ઓઇલ લગાડવું જરૂરી છે.

બ્રિજ સારી સ્થિતિમાં છે. અકસ્માત ટાળવા માટે સર્વિસ રોડની ધાર પર અને દીવાલ સુધીના રોડ રાખવા કર્બ પ્રોટેક્શનની જરૂર. વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ચોખ્ખી કરવા તેમજ ફરીથી કાર્યરત કરવાની જરૂર છે.બ્રિજ સારી સ્થિતિમાં છે. સીલિંગ મટીરિયલનો ઉપયોગ દૂર કરવો જરૂરી છે. પેડેસ્ટ્રલ અને ક્રોસ ગર્ડર પર મધપુડા છે. પોટ પીટીએફઇ બેરિંગ પર કાટ દેખાય છે. બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે. મધ્ય વોલને થયેલું નુકસાન રિપેર કરવું જરૂરી. પ્રગતિનગર તરફના છેડા પર ફૂટપાથ તૂટી ગઇ છે જે રિપેર કરવી જરૂરી છે. અકસ્માતોને લીધે રેલિંગને ભારે નુકસાન થયું હોવાથી બદલવી જરૂરી છે.

બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે. તમામ સ્પાનના નીચેના ભાગે તિરાડો દેખાય છે અને પ્રેશર ઇન્જેક્શનથી તે પૂરવી જરૂરી છે. બ્રિજની નીચે એકઠો થયેલો કચરો દૂર કરવો જરૂરી. બ્રિજની દીવાલ પરથી પ્લાસ્ટર ઉખડી ગયું છે માટે જરૂરી બાં્ધકામ કરી મજબૂત બનાવવો પડશે.

કેડિલા બ્રિજ (જૂનો) બ્રિજ અત્યંત કંગાળ અને નાજુક સ્થિતિમાં છે. તમામ દીવાલોને થયેલું ભારે નુકસાન તાત્કાલિક રિપેર કરવું જરૂરી છે. જ્યારે નવો બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.

1 thought on “અમદાવાદ શહેરના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ જાહેર, IIM, ગુજરાત કોલેજ, શિવરંજની સહિતના બ્રિજની કેવી છે સ્થિતિ

Comments are closed.

Exclusive News