કામ ઉપર જતી માતા પાડોશીના ભરોસે બાળકીને છોડીને જતી, 53 વર્ષીય પાડોશી 8 વર્ષની બાળકીને દરરોજ પીંખતો રહ્યો

Contact News Publisher

મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.પાડોશમાં રહેતા 53 વર્ષીય આરોપીએ જ બાળકી પર બળાત્કાર કર્યો છે. હવસખોર માણસો ઉંમરનો વિચાર કર્યા વિના અને સંબધનો પણ વિચાર કરતા નથી. એક નાની કુમળી જીંદગીને જે માતા સાચવવા માટે પાડોશીના ઘરે છોડતી હતી. એ પાડોશીએ કુમળી બાળકી પર નજર બગાડી. એકાંત અને બાળકીની અણસમજનો લાભ લઈને બાળકીને સતત પીંખતો રહ્યો.

ઘટનાની વિગતો એવી છે કે, આરોપી અને પીડિતા એક જ બિલ્ડીંગમાં રહેતા હતા અને બાળકીની માતા બાળકીને કામ પર જતી વખતે આરોપીના ઘરે બાળકીને સાચવવા માટે મૂકી જતી હતી કારણ કે તેની સંભાળ રાખવા માટે ઘરે કોઈ ન હતું.

થોડા દિવસો પહેલા બાળકીએ તેની માતાને તેની આપવિતી બતાવી હતી. ત્યારબાદ માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની કલમ 376 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.