મોહાલીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સતત બ્લાસ્ટથી હડકંપ, 8 લોકો દાઝ્યા

Contact News Publisher

પંજાબના મોહાલીના કુરાલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7થી 8 લોકો દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોહાલી અને રોપડથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ બંને શહેરોમાંથી એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ પણ પહોંચી છે. પોલીસ અધિકારીઓ અને 24 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર છે. આગના ઝપેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીની બાજુમાં પણ અન કેમિકલ ફેક્ટરી આવેલી છે, જો આ ફેક્ટરી સુધી પણ આગ પહોંચશે તો મોટું નુકસાન થઈ શકે છે.મળતા અહેવાલો મુજબ ચનાલોન સ્થિત ઈન્ડસ્ટ્રિયલ ફોકલ પોઈન્ટમાં આ કેમિકલ ફેક્ટરી આવેલી છે, ઉપરાંત તેની બાજુમાં અન્ય એક કેમિકલ ફેક્ટરી હોવાથી ચિંતા વધી ગઈ છે. આગના કારણે આખી ફેક્ટરીમાં ધુમાળાના ગોટા વળ્યા છે. ફેકટ્રીમાં કયા કારણોસર આગ લાગી, તે હજુ જાણી શકાયું નથી.