ભારે બફારા બાદ અમરેલી, અંબાજી સહિત આ જિલ્લાઓમાં મેઘમલ્હાર

Contact News Publisher

અંબાજીમાં વાતાવરણમાં પલટો
બનાસકાંઠાના અંબાજીમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા

સાવરકુંડલા, બગસરામાં વરસાદ
અમરેલીના બગસરા, વડીયા, ખાંભા સહિત ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નાની ધારી, ઇંગોરાળા, ભાડ, નાના વિસાવદર, નાનુડીમાં વરસાદ ખાબક્યો છે. ખાંભાના ગીર પંથકમાં સતત 6 દિવસથી વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે

સાવરકુંડલા તાલુકામાં વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી સાવરકુંડલા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે

24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર ૩.૯૬ મિ.મી. વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જે પૈકી સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વીસાવદર, વલસાડના કપરાડામાં લગભગ બે ઇંચ, નવસારીના ખેરગામ, ભરૂચના ઝઘડિયા, બનાસકાંઠાના અમીરગઢ, અમરેલી તાલુકા અને સાબરકાંઠાના પો‌શિના તથા તાપીના નિઝરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના ચોર્યાસીમાં, નવસારીના વાંસદા, નવસારી, છોટાઉદેપુર તાલુકા તેમજ અરવલ્લીના ભિલોડા, તાપીના દોલવણમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણા, નર્મદાના તિલકવાડા, સુરતના માંડવીમાં પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદના સોજિત્રા, અમરેલીના લાઠી, ગાંધીનગરના કલોલ, અરવલ્લીના મેઘરજ અને મોડાસા, સુરતના મહુવા, ડાંગના સુબીર, છોટાઉદેપુરના કવાંટ, આણંદના તારાપુર, વલસાડના ધરમપુર અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Exclusive News