ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ એક સગીરાનું મોત

Contact News Publisher

સુરતમાં એક આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે. સુરતના ગોદાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડાને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવ્યો હતો જેને કારણે રિદ્ધિ બેંચ પર બેઠા બેઠા ઢળી પડી હતી. આ ઘટના બની ત્યારે  ટીચર ક્લાસમાં ભણાવતા હતા પરંતુ આ પછી બધા ડરી ગયા હતા અને રિદ્ધિને બેઠી કરવા લાગ્યાં હતા પરંતુ તે બેભાન બની જતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાઈ હતી. આ ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Exclusive News