યુવાવસ્થામાં મર્ડરને વૃદ્ધાવસ્થામાં ધરપકડ, 32 વર્ષની ઉંમરે મર્ડર કરી ફરાર થયેલા આરોપીને પોલીસે 63 વર્ષની ઉંમરે ઝડપી પાડ્યો

Contact News Publisher

રત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં યુવાવસ્થામાં મર્ડર કરીને ભાગી છૂટેલા આરોપીને વૃદ્ધાવસ્થામાં ઝડપી લેવામાં આવ્યો છે. સુરત શહેરના બેગમપુરામાં આવેલાં કારખાનામાં સાથી કારીગરની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને 31 વર્ષે પકડવામાં પોલીસ સફળ રહી છે. 31 વર્ષથી ઘરે ન ગયેલો આરોપી ઘરે જતા પોલીસે બાતમીના આધારે વૃદ્ધ આરોપીને ઝડપી પાડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 32 વર્ષની ઉંમરે કરેલી હત્યાના કેસમાં 63 વર્ષની ઉંમરે ધરપકડ થઈ છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનાં ઉસ્તાલી ચિંગોલા ખોડા ગામનો વતની ભીમા આનંદા શેટ્ટી (ઉ.વ. 63) તેના ગામમાં જ થોડાંક સમયથી રહેવા પરત આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ સાથે આરોપી ભિમા ગણપતિ પંડાલમાં આવનાર હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ તેને ત્યાંથી જ ગુપચુપ ઉંચકી લાવી હતી.

માહિતી પ્રમાણે આરોપી વર્ષ 1992માં સુરત બેગમપુરા નિર્વાણનો અખાડો લુમ્સના ખાતામાં મજુરી કામ કરતો હતો. તે વખતે તેની સાથે રહેતો અને તેની સાથે જ કામ કરતો ક્રિષ્ણા બાબુભાઈ ઉડીયાની સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો રહેતો હતો. આ વારંવાર થતા ઝઘડાથી ગુસ્સાના આવેશમાં આવી એક દિવસ ચપ્પુ વડે તેની સાથે જ કામ કરતા સહ કારીગર ક્રિષ્ણા બાબુભાઈ ઉડીયા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી લીધો હતો. ત્યારબાદ ભાગી ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈને આવતી આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.