સાબરકાંઠાના વડાલીમાં એકલતાનો લાભ લઇ સસરાએ પુત્રવધૂ પર આચર્યું દુષ્કર્મ, પિયરથી પરત ન ફરતા ભાંડો ફૂટ્યો

Contact News Publisher

ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સસરાએ પુત્રવધુને પોતાની હવસની શિકાર બનાવી છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરના તમામ સભ્યો ખેતર ગઈ હોઇ ત્યારે સસરાએ આ પિશાચી કૃત્ય કર્યું હતું. આ તરફ પરિણીતા પોતાના પિયરમાં ગયા બાદ પરત નહિ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાને લઈ નરાધમ સસરા સામે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડાલીમાં સસરા અને પુત્રવધુના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઘરના સભ્યો ખેતરે ગયા બાદ સસરાએ ચા-નાસ્તાના બહાને ઘરે આવી 21 વર્ષીય પુત્રવધુ એકલી હોઇ એકલતાનો લાભ લઈ આ પિચાશી કૃત્ય આચર્યું હતું. આ સાથે દુષ્કર્મ આચાર્ય બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ તરફ સમગ્ર ઘટનાને કારણે હેબતાઈ ગયેલ પુત્રવધુ પોતાના પિયર જતી રહી હતી. જોકે પિયર ગયા બાદ પરત નહીં આવતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈ હવે નરાધમ સસરા સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exclusive News