કરોડો રૂપિયાના બાયો ડીઝલ કેસમાં વોન્ટેડ લલિત ડોંડા દારૂ, જુગાર, સ્પા સહિતના ગોરખ ધંધાર્થીઓને કરતો બ્લેકમેઈલ

Contact News Publisher

સુરતમાં ગેરકાયદે રેતી ખનન કરીને ચર્ચામાં આવી કામરેજના જે તે વખતના ધારાસભ્ય સામે પડનાર લલિત ડોંડાને બાયો ડીઝલના કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. કાળી ક્રાઈમની કરમકુંડળી ધરાવનારા ડોંડા બંધુઓ બાયો ડીઝલની ટીપ્સ આપીને પોલીસના બાતમીદાર બન્યા બાદ આ જ ધંધામાં ઉતરી ગયા હોય તેવું સામે આવ્યું છે. ડોંડા બંધુઓ અનાજ માફિયા, ડીઝલ માફિયા, શરાબ માફિયા,જુગાર માફિયા,પોલીસ અને અન્ય સરકારી વિભાગો ને પણ બ્લેક મેલ કરવાનો કામ વર્ષો થી કરતા આવ્યા છે.

દારૂના અડ્ડાઓના વીડિયો વાયરલ કરી પોલીસ અને બુટલેગરોને બ્લેકમેલ કરનાર ડોંડા બંધુ અલ્પેશ અને લલિત ડોંડા આ કેસમા વોન્ટેડ છે. સોશિયલ મીડિયામા લખી પોલીસ અને બુટલેગરોને બ્લેક મેલ કરતા હતાં. અગાઉ ડોંડા બંધુઓ પોલીસના બાતમીદાર હતા. કોરોનાકાળમાં મફતમાં માસ્ક સહિતની વસ્તુઓનું વિતરણ કરીને પોલીસની નજીક પહોંચી ગયાં હતાં. એક શાળાના સંચાલકને પણ બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ડોડા બંધુઓ ગૌરક્ષકના નામથી સ્પા જઈને દર મહિને હપ્તો ઉઘરાવતા હતા. જે લોકો દર મહિને પૈસા નહીં આપે તે લોકોના સ્પામાં જઈને તોડફોડ કરતા હતા.સ્થાનિક વહીવટદાર અને સુરત શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના વહીવટદરો આ લોકોની સાથે સંકળાયેલા છે. સ્પાના માલિકો પાસેથી ખંડણી પણ ઉધરાવવામાં માહેર છે. ભાજપનો ખેસ પહેરવાની સાથે સાથે હિન્દુ સંગઠનો સાથે જોડાઈને પોતાને સામાજિક કાર્યકર ગણાવતા ડોંડા બંધુઓને પોલીસ માત્ર વોન્ટેડ જાહેર રાખે છે કે પછી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે વાતને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે.