કચ્છમાં અમદાવાદથી ‘દેશી ઘી’ના નામે ‘ચરબીયુક્ત ઘી’નો વેપલો

Contact News Publisher

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ડુપ્લીકેટ ઘી ના મોહનાથાળ અંગે રાજ્ય સરકાર દ્વારા તપાસ નો ધમાધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે. ત્યારે, કચ્છના પ્રવેશદ્વાર રાપર તાલુકામાં આડેસર, રાધનપુર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાંથી મોટા ભાગે દેશી ઘી ના ઓઠા હેઠળ ડુપ્લીકેટ ઘી નો જથૃથો બોગસ બીલો દ્વારા ઠલવાઈ રહ્યો છે. સમગ્ર કચ્છમાં શુધૃધ દેશી ઘીના જથૃથા વચ્ચે અમદાવાદાથી ચરબીયુક્ત વનસ્પતિ ઘીનો અમુક જથૃથો વેચવામાં આવતો હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.

દેશી ઘી ના ઓઠા હેઠળ અમદાવાદાથી ચરબી યુક્ત ઘી રાપર શહેરમાં વંેચાણ માટે લાવવામાં આવે છે જ્યાંથી ઘરઘરાઉ દેશી ઘી ના ઓઠા તળે લુઝ ઘી બનાવી મુંબઈ ભુજ સુરત પુના વલસાડ ગાંધીધામ સહિત જે સૃથળે વાગડ વિસ્તારના લોકો રહે છે તેમના પરિવારજનોને વેચાણ આપી રહ્યા છે. આવો કારોબાર રાપર ઉપરાંત તાલુકાના તમામ ગામોમાં બેફિકરાઈ થી ચાલી રહ્યો છે. રાપર શહેરમાંથી દરરોજ મુંબઈ અને મહારાષ્ટ્ર તાથા દક્ષિણ ગુજરાતમાં બે હજાર પચીસો  કિલો ઘી મુંબઈગરા વાગડવાસી લઈ જઈ રહ્યા છે જેમાં થી બે હજારાથી વાધુ કિલો ડુપ્લીકેટ ઘી હોય છે કારણ કે ડુપ્લીકેટ ઘીના જાણીતી કંપનીના નામે ડબ્બા આવે છે અને ગોડાઉનમાં કે ઘરોમાં લઈ જઈ કંપનીના નામનો કાગળ ઉખાડી નાખીને દેશી ઘર-ઘરાઉ ઘી ના નામે વેચાણ કરે છે જે આઠસોથી હજાર રૃપિયા વસૂલ કરવામાં આવે છે તો ડુપ્લીકેટ અખાઘ તેલનો કારોબાર રાજકોટ રાધનપુર મોડાસા મોરબી કંડલા મુન્દ્રાથી લુઝમાં લાવી સિંગતેલ અને પામતેલના ડબ્બા બનાવી જાણીતા નામે વેચાણ કરવામાં આવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર તાથા ઉત્તર ગુજરાતમાંથી જાણીતી બ્રાન્ડના ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ તેલ ના ડબ્બા લાવી વેચાણ કરવામાં આવે છે.

રાપરમાં દરરોજ બે થી ત્રણ ગાડી આવું તેલ વેચાણ માટે લાવવા મા આવે છે. સસ્તા ભાવ ની લાલચમાં ડુપ્લીકેટ તેલ ઘીનો કારોબાર નાના વેપારીઓાથી જથૃથાબંધ વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તો ડુપ્લીકેટ તેલ ઘી ની મીઠાઈ ફરસાણ પણ બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાપરમાં ખાદ્ય નિયંત્રણ બોર્ડ અને ભેળસેળ ખાતાના અિધકારીઓ આવે છે પરંતુ મરચાં અને હળદર તાથા અન્ય વસ્તુઓના નમૂના લઇ જાય છે પરંતુ તેલ ઘી કે તેની બનાવટોની ચીજોના નમૂના નથી લેતા તે નમૂના ના લેવા માટે વહીવટી પ્રક્રિયા કરી દેવામાં આવે છે. રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ છ વર્ષાથી ડુપ્લીકેટ ઘી અને તેલ નો કારોબાર ચાલી રહ્યો છે. જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અંબાજી મંદિરના ઘી ના કૌભાંડને પણ ભુલી જવાય તેવો બનાવ બહાર આવે તેવી શક્યતા લોકોએ વ્યક્ત કરી છે.