નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો : મજા લેવા યુવકે કર્યું કારસ્તાન

Contact News Publisher

વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો છે. માત્ર મજા લેવા મૂળ MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસમાં અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, ત્યારે અલગ અલગ ધમકીઓ મળી હતી. જે પૈકીની એક ધમકી ઈમેલ મારફતે પણ મળી હતી. જે ઈમેલમાં નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ત્યારે બુધવારની વહેલી સવારે ધમકી ભરેલ ઈમેલ કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કારણ મોવી નામના શખ્સની રાજકોટથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે કે માટે ટીખળ માટે કરણ મોવીએ ધમકી ભરેલ ઈમેલ કર્યો હતો.

નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાનો મામલે મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેની સાથે અન્ય એક ઇમેલ પણ પોલીસને આવ્યો હતો. પોલીસને ઈમેલ મારફતે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે ધમકી આપનાર આરોપી રાજકોટથી પકડાયો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર કરણ મોવીએ માત્ર તિખળ માટે આ ધમકી આપી હતી. આરોપીની પત્ની ભાગી જતા તેણે આ પ્રકારનો મેઈલ કર્યાનો ખુલાસો કર્યો. રાજકોટના રેહતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.