ભાવનગર જિલ્લામાં નવરાત્રી પર્વમાં તિક્ષ્ણ હથિયાર લઈ ફરનાર સામે પગલા લેવાશે

Contact News Publisher
ચાલુ ઓક્ટોબર-૨૦૨૩ અને આગામી નવેમ્બર-૨૦૨૩નાં માસ દરમિયાન તા. ૧પ ઓકટોબરના રોજ નવરાત્રી પ્રારંભ, આગામી તા. ૨૨ ઓકટોબરે દુર્ગાષ્ટમી, તા. ર૪મીએ દશેરા, તા. ૨૮ મીએ શરદ પુનમ, તા. ૩૧મીએ સરદાર વલ્લભભાઇ પટેલ જ્યંતિ તથા આગામી તા. ૦૧ નવેમ્બરના રોજ સંકષ્ટ ચતુર્થી વગેરે તહેવારો ઉજવનારા છે. આ તહેવારોમાં તિક્ષ્ણ હથિયાર લઈ ફરનાર સામે પગલા લેવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે, જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આથી જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારું ફરમાવેલ છે કે કોઈએ આગામી તા. ૦૨/૧૧/૨૦૨૩ સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિનાં સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ. કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. પથ્થરો અથવા બીજા શો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિ કે વ્યક્તિના જુથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમુહના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા નહિ.

સરકારી નોકરી કે કામ કરતી કોઈ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઈપણ હથિયાર લઈ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરીક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.