ઈનકમ ટેક્સ વિભાગના દરોડા;94 કરોડ તો ખાલી રોકડા, 8 કરોડના ડાયમંડ, 30થી વધુ ઘડિયાળો: રિયલ એસ્ટેટ બિઝનેસમેનને ત્યાં રેડ, પૈસા ગણતાં ગણતાં અધિકારીઓને ચક્કર આવી ગયા

Contact News Publisher

ઈનકમ ટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી ઓફિસરો તથા રિયલ એસ્ટેટ ટ્રેડર્સને ત્યાં રેડ પાડી હતી જેમાં 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે સ્થાનો પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
CBDTએ જણાવ્યું કે  12 ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.