સરકારે જ સામેથી જ આપી વોર્નિંગ: આ યુઝર્સના ફોન પર છે હેક થવાનો ખતરો

Contact News Publisher

હેકર્સ હંમેશા લોકોને નિશાન બનાવવાની તકો શોધે છે. આવી સ્થિતિમાં જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો તમે પણ હેકિંગનો શિકાર બની શકો છો. CERT-In (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ Apple વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે, જેમાં એક ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેતવણીનો ઉલ્લેખ 14 ઓક્ટોબર 2023ના રોજ જારી કરાયેલી નબળાઈ નોંધ CIVN-2023-0303માં કરવામાં આવ્યો છે. આ નોંધમાં, Apple iOS અને iPad OS માં હાજર નબળાઈઓની વિગતો આપવામાં આવી છે.