મુન્દ્રા તાલુકાની વિવિધ પાંજરાપોળોમાં અધિકારીઓ દ્વારા અચાનક તપાસ કરાઇ

Contact News Publisher

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના લાગુ કરવામાં આવી છે, જે અંગે મુન્દ્રા તાલુકામાં અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળાઓને પશુદીઠ પ્રતિદિન રૂ. 30ની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરાઇ છે. મુન્દ્રા મામલતદાર વી.એ.પટેલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા સર્કલ ઓફિસર હિતેશ રાજગોરે મુન્દ્રા તાલુકાની પત્રી, રતાડિયા, છસરા અને ગુંદાલા ગામમાં આવેલી ગૌશાળા-પાંજરાપોળોની આકસ્મિક મુલાકાત લીધી હતી.

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોની વેટરનરી અધિકારી દ્વારા મુલાકાત કરાઇ હતી. ગૌશાળા-પાંજરાપોળોમાં નિભાવવામાં આવી રહેલા અબોલ જીવોની પશુસંખ્યા, પશુઆહાર, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય- સારવાર અને સાફ – સફાઇ વગેરે બાબતોની ખાતરી સાથે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.