વેપારીની 15 વર્ષીય દીકરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે કર્યુ અપહરણ

Contact News Publisher

સુરતના વેસુ વિસ્તારની વેપારીની 15 વર્ષની દીકરીને મુસ્લિમ યુવકે સોસીયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ છેક મહારાષ્ટ્રથી સુરત આવી હોટેલમાં રોકાય અને બીજા દિવસે 15 વર્ષની સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરાના અપહરણ કરવાના આ કેસમાં આરોપી યુવક સાથે અન્ય તેનો એક મિત્ર પણ સામેલ હતો.

વેસુ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અપહરણનો ગુનો દાખલ કરી બે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 15 વર્ષીય કિશોરીનું મુસ્લિમ યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી.ત્યારબાદ વિધર્મી યુવક છેક મહારાષ્ટ્ર થી સુરત આવી હોટેલમાં રોકાયો હતો.જ્યાં કિશોરીને બોલાવી હતી અને બીજા દિવસે તેનું અપહરણ કરી ગયો હતો.

આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા અપરણ ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે મામલે વેસુ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અપહરણનો ગુનો દાખલ કરી છે.પોલીસે બે ટીમો મહારાષ્ટ્ર જઈ અપહરણ માં મદદ કરનાર અન્ય એક યુવકની ઝડપી પાડ્યો છે.ત્યારે હજી સુધી કિશોરી અને અપહરણ કરતા યુવક મળી આવ્યા નથી.હાલ આ સમગ્ર મામલે વેસુ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.