વારાણસીની પ્રતિષ્ઠિત બનારસ હિંદુ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના

Contact News Publisher

પવિત્ર નગરી વારાણસીમાં આવેલી દેશની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક શરમજનક ઘટના બનતાં હોબાળો મચ્યો છે. આઈઆઈટીની એક વિદ્યાર્થિની જ્યારે બીએચયુ કેમ્પસમાં ગઈ કાલે મોડી રાત્રે ફરવા ગઈ હતી ત્યારે ત્રણ બુલેટ સવાર યુવકોએ બંધૂકની અણીએ તેની છેડતી કરી હતી અને તેના બધા કપડાં કાઢીને તેને કિસ કરી હતી અને ત્યાર બાદ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના સમયે વિદ્યાર્થિનીનો એક મિત્ર પણ તેની સાથે ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીનીના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.