વડોદરામાં દીકરીએ ભાગીને કર્યા કોર્ટમેરેજ, તો પિતાએ રાખ્યું બેસણું

Contact News Publisher

રાજ્યમાં હાલ પ્રેમલગ્નના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ જઇ ગામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદમાં હવે દીકરીના પિતાએ પુત્રી સાથેના તમામ સંબંધો પૂર્ણ કરી અને સમાજના લોકોને બોલાવી તેનું બેસણું કર્યું હતું.