રેલિંગમાં અથડાતાં કારનો બૂકડોઃ બે યુવકોના ઘટના સ્થળે મૃત્યુ

Contact News Publisher

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક રાત્રે સાડા ત્રણ વાગ્યા આસપાસ ગંભીર અકસ્માત થયો હતો. જેમાં આદીપુરના બે યુવાનો કારમાં જતાં હતા ત્યારે એક અજાણ્યા ભારે વાહનના ચાલકે કારને ટક્કર મારતા કાર માર્ગની રેલિંગ સાથે ધડાકાભેર આૃથડાઇ હતી. જે અકસ્માતમાં યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ પહોચે તે પહેલા જ બંને યુવાનોના મોત થયા હતા.  આ અંગે ભચાઉ પોલીસ માથકેાથી મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આઈ-૨૦ કારને કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે ભટકાડતા કાર ધડાકાભેર માર્ગની રેલિંગ સાથે આૃથડાઇ હતી. જેાથી કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો અને કારમાં સવાર બે યુવકોના ઘટના સૃથળે જ ગંભીર ઈજાઓને કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આદીપુરના ૫-વાડી, રામદેવપીર મંદિર પાસે રહેતા ૨૬ વર્ષીય મનીષ રસીકભાઈ કાતરીયા અને આદિપુરના સીડીએક્સ-એ-૧૩૪, ૪ વાડીમાં રહેતા ૨૬ વર્ષીય ભાવેશ શામજીભાઈ પરમાર આઈ-૨૦ કારાથી રાપરાથી આદિપુર તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે તેમની કારને ટક્કર મારી હતી. જેાથી કાર ધડાકાભેર માર્ગની રેલિંગ સાથે આૃથડાતાં યુવકોના ઘટના સૃથળે જ મોત થયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક ધોરણે ત્યાંથી પસાર થતાં અન્ય વાહન ચાલકો દ્વારા ૧૦૮નો સંપર્ક સાધવામાં આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પણ ગઈ હતી પરંતુ બંને યુવાનોનું ઘટના સૃથળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. તો બીજી તરફ અકસ્માતગ્રસ્ત કારના કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામ પણ થયો હતો પરંતુ ત્યાં ઉભેલા લોકો દ્વારા કારને સાઈડમાં મૂકી દેવાતા ટ્રાફિક જામ હળવો બન્યો હતો. ભચાઉ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક બંને યુવકો આદિપુર મધ્યે કાર રિપેરિંગનું કામ કરે છે, તે રાપર ખાતે કોઈ કામસર ગયા હતા ત્યારે ત્યાથી પરત આવતા સમયે આ બનાવ બન્યો છે. હાલે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે.