અમદાવાદમાં બાળકને ઓનલાઈન વેચવા મામલે નોંધાઈ ફરિયાદ, ડાર્ક વેબ પર 6 વર્ષનાં બાળકને વેચવા ફોટો અપલોડ કર્યો

Contact News Publisher

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈનાં શખ્સે અમદાવાદનાં વેપારીનાં દીકરાનો ફોટો ડાર્ક વેબમાં અપલોડ કરી ખંડણી માંગી છે. તેમજ આરોપી દ્વારા વેપારી પાસે રૂપિયા 5 લાખ ડોલરની ખંડણી પણ માંગી છે.  ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદનાં વેપારીનાં 6 વર્ષીય દીકરાનાં ફોટા મુંબઈનાં શખ્સ દ્વારા જૂની અદાવતમાં ડાર્ક વેબ પર અપલોડ કરી વેચવા માટે મુકતા આ અંગેની જાણ વેપારીને થતા વેપારી દ્વારા આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં  ખંડણી માંગનાર શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.  ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

થોડા સમય અગાઉ સુરતમાં ટ્યુશનથી પરત ફરી રહેલા બાળકનું કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરી હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા બાળકનું અપહરણ કરી પરિવાર પાસે 15 લાખનીં ખંડણીની માંગ કરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા આ રકમ ન ચૂકવાતા  અપહરણકર્તાઓ દ્વારા બાળકની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

1 thought on “અમદાવાદમાં બાળકને ઓનલાઈન વેચવા મામલે નોંધાઈ ફરિયાદ, ડાર્ક વેબ પર 6 વર્ષનાં બાળકને વેચવા ફોટો અપલોડ કર્યો

Comments are closed.

Exclusive News