પૂર્વ પ્રેમીએ સ્ટાફ નર્સની છેડતી કરીને હુમલાનો પ્રયાસ કર્યો : પોલીસ ફરિયાદ

Contact News Publisher

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે નર્સની એકલતાનો લાભ લઇને પૂર્વ પ્રેમીએ વોર્ડમાં ઘૂસી ગયો હતો અને તેણીની છેડછાડ કરતા હોબાળો મચી ગયો હતો. જેના પગલે ચપ્પુ કાઢીને આ નર્સ ઉપર હૂમલો કરે તે પહેલા જ નર્સ બહાર આવી ગઇ હતી જેના પગલે આ યુવાન ત્યાંથી નાસી છુટયો હતો. જે સંદર્ભે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા દોડધામ શરૃ કરી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને થોડા વર્ષો અગાઉ અમદાવાદના યુવાન સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા જો કે , ધીરે ધીરે આ યુવાનોની હરકતોનો નર્સને ખ્યાલ આવી જતા તેની સાથે થોડા મહિનાઓથી સંબંધો તોડી નાંખ્યા હતા. જો કે, આ પૂર્વ પ્રેમી નર્સને હેરાન કરવામાં કંઇ બાકી રાખતો ન હતો છેવટે કંટાળીને નર્સે પોલીસમાં અરજી પણ આપી હતી અને ત્યાર બાદ સમાધાન પણ થઇ ગયું હતું. ત્યારે ગત સોમવારની રાત્રે આ સ્ટાફનર્સ વોર્ડમાં નાઇટ ડયુટી પર હતી તે દરમ્યાન તેનો પૂર્વ પ્રેમી અચાનક જ તેના રૃમમાં ઘુસી ગયો હતો અને તે મારી વિરૃધ્ધ પોલીસમાં અરજી કેમ આપી છે તેમ કહી ને લાફો મારી દિધો હતો. એટલુ જ નહીં, તેનું મોં દબાવીને શારીરિક છેડછાડ પણ શરૃ કરી હતી. જેના પગલે નર્સે પ્રતિકાર કરતા આ યુવાન દ્વારા ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને હૂમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે, સમયસૂચકતા દાખવીને નર્સ વોર્ડમાંથી બહાર દોડી ગઇ હતી અને બુમાબુમ કરી દીધી હતી. આ દરમ્યાન અસારવાનો આ યુવાન ધવલસિંહ દશરથસિંહ વાઘેલા ત્યાંથી નાસી છુટયો હતો જે અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.