ભાન ભુલ્યું પ્રેમી જોડું! વડોદરામાં યુવતીને બાઇક પર આગળ બેસાડી યુવકે કર્યા જોખમી સ્ટંટ

Contact News Publisher

 સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં જાહેર માર્ગ પર બિદાસ રીતે યુવતીને બાઈક પર આગળ બેસાડી જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વડોદરાનાં VIP  રોડ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. આજનાં યુવાધન દ્વારા અવાર નવાર સોશિયલ મીડિયામાં રાતો રાત સ્ટાર બનવા માટે જીવનાં જોખમે વીડિયો બનાવતા હોય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી છે.

રાત્રીનાં સમયે ઠંડીના આનંદ માણતા યુવક-યુવતી તેઓની મસ્તીમાં બાઈક ઉપર ફરવા નીકળ્યા હતા. તે સમયે કોઈ શખ્શ દ્વારા આ બંને યુવક-યુવતીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનાં આધારે હરણી પોલીસે યુવક-યુવતીની તપાસ હાથ ધરી છે. ત્યારે વીડિયોમાં ગર્લફ્રેન્ડને લઈ જોખમી રીતે બાઈક પર નીકળેલ શખ્સ કોણ છે. તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.