ચીનની નવી બીમારીની દહેશત: ગુજરાત, રાજસ્થાન સહિત ભારતના આ 6 રાજ્યો ઍલર્ટ પર, લોકોને અપાઈ આવી સલાહ

Contact News Publisher

ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.