ઉપલેટામાં બાપ બન્યો હેવાન, 7 મહિના સુધી દીકરી પર આચર્યું દુષ્કર્મ

Contact News Publisher

ઉપલેટાનાં લાઠ ગામે માતા વિહોણી પુત્રી પર નરાધમ બાપે દુષ્કર્મ આચરતા હડકંપ મચી જવા પામ્યો હતો. પાટણવાવ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ જીલ્લાનાં ઉપલેટાનાં લાઠ ગામે માતા વિહોણી પુત્રી પર નરાધમ બાપે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે નરાધમ બાપે સગીરા સાથે છેલ્લા 7 માસથી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. નરાધમ પિતા વિરૂદ્ધ પાટણવાવ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ઉપલેટાનાં લાઠ ગામે સગીરા તેની માતાનાં અવસાન બાદ તેનાં પિતા સાથે રહેતી હતી. જે બાદ તેનાં પિતા દ્વારા પ્રથમ પત્નિનું અવસાન થતા બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ આરોપીનાં ઘરે બીજી પત્નિથી બે પુત્રીઓનો જન્મ થયો હતો. જેનાં થોડા સમય બાદ જ બીજી પત્નિ બે પુત્રીઓને લઈ આરોપીને તરછોડીને જતી રહી હતી.

બીજી પત્નિ છોડીને જતી રહેતા આરોપીની નિયત બગડી
બીજી પત્નિ આરોપીને છોડીને જતી રહ્યા બાદ આરોપી દ્વારા સગીર પુત્રી પર નજર બગાડી હતી. ત્યારે સાત માસ પહેલા સગીર પુત્રીનો એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  છેલ્લા સાત માસમાં અનેક વખત સગીરા સાથે નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અવાર નવાર રાત્રીનાં સુમારે સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. જે બાબતની સગીરાનાં પરદાદીને જાણ થતા તેઓ સગીરાને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા.