580 ભૂતિયા ઓપરેશન, 17 લોકોને ચૂકવણું પણ કર્યું, મહેસાણામાં આરોગ્યનું ‘ગુપ્ત’ કૌભાંડ, રાજ્યવ્યાપી તપાસ ક્યારે?

Contact News Publisher

આરોગ્ય વિભાગમાં વધુ એક કૌભાંડી છબરડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજનના 580 ભૂતિયા ઓપરેશનો થયાનો ખુલાસો થયો છે. 580 માંથી 17 લોકોને ચુકવણુ કરી દેવામાં આવ્યુ હોવાનુ પણ બહાર આવ્યુ છે. જેને લઈ 16 ફિમેલ હેલ્થ વર્કરને કારણ દર્શક નોટીસ અપાતા આંકડાની વિગતો સામે આવી છે. 16 ફિમેલ હેલ્થ વર્કરોએ ટાર્ગેટ પૂરા કરવા ખોટા આંકડા આપ્યા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ખોટા ઓપરેશન થયા હોવાની કબૂલાત કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ મેડિકલ ઓફિસરોને હાજર રહેવા સૂચના પણ આપી છે. અત્રે જણાવીએ કે, કુટુંબ ઓપરેશનના જરૂરી પુરાવા લઈને હાજર રહેવા માટે તાકિદ કરાઈ છે. તપાસ દરમિયાન કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનનો આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ફિમેલ હેલ્થ વર્કરો અને મેડિકલ ઓફિસરોનો યોગ્ય ખુલાસો નહી જણાય તો નિયમ મુજબ કાર્યવાહી પણ કરાશે. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીએ થોડા દિવસો અગાઉ ભૂતિયા ઓપરેશનનો પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ હાથ ધરી છે.

1 thought on “580 ભૂતિયા ઓપરેશન, 17 લોકોને ચૂકવણું પણ કર્યું, મહેસાણામાં આરોગ્યનું ‘ગુપ્ત’ કૌભાંડ, રાજ્યવ્યાપી તપાસ ક્યારે?

  1. Pingback: winter jazz

Comments are closed.

Exclusive News