લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં, આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યો-સાંસદોની બેઠક

Contact News Publisher

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. આ તરફ હવે ગુજરાત ભાજપે મિશન 2024 ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હજાર રહેશે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે 12-12-2023ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે. મહત્વનું છે કે, આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, પ્રદેશ કાર્યાલય ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. મહત્વનું છે કે, ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પણ ભાજપ એક્ટિવ બન્યું છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે યોજાનાર આ બેઠકમાં  પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા થશે.

Exclusive News