લાકડિયા પાસે લોનનો હપ્તો લેવા ગયેલા બે જણાને માર પડી

Contact News Publisher

ભચાઉના લાકડિયા પાસેની હોટલ પર લોનના બાકી હપ્તાની રકમ લેવા રાજસ્થાનથી આવેલા ફાઇનાન્સ કંપનીના બે કર્મીને ચાર જણાએ માર માર્યો હોવાની ઘટના લાકડિયા પોલીસ મથકે નોંધાઇ છે.

રાજસ્થાનના બાડમેર રહેતા અને બાડમેર મોટર ફાઇનાન્સમાં સેલ્સ અને કલેક્શનનું કામ કરતા શકુરખાન ધુરાખાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજસ્થાનના દેતાણી ગડરા રોડ પર રહેતા શેરૂખાન ઇદ્રીશખાને વર્ષ-2023 માં રુ.63 હજારની કિંમતની બાઇક રૂ.5,040 ના 16 હપ્તા ભરવાની શરતે ખરીદી હતી.

તા.20/11 સુધીમાં તણે 16 હપ્તા પુર્ણ કરવાના હતા પરંતુ તેણે 9 હપ્તા બાકી રાખી આજ દિવસ સુધી ન ભરતા઼ તપાસ કરતાં તે હાલ કચ્છમાં ધંધો કરતો હોવાનું અને સામખિયાળી આવી હપ્તાની રકમ લઇ જવાનું ફાઇનાન્સ કંપનીના માલિક દેવીસિંહને જાણ કરતાં તેઓ તથા ચંદ્રવિરસીંહ સામખીયાળી આવી શેરૂખાનને મળ્યા હતા ત્યારે તેમણે આઇસર ગાડીમા઼ રકમ છે જે વર્ધીમાંથી આવશે એટલે આપી દઇશ જણાવ્યુ઼ હતુ઼ અને ત્યારબાદ હપ્તાની રકમ લેવા લાકડીયા પાસેની હોટલ પર બોલાવી લોનના હપ્તા નહીંશેરુખાન ચુકવાય તમારાથી થાય તે કરી લો કહી શેરૂખાન, વાહેદખાન, રસુલખાન અને જાકીરખાને બન્ને જણાને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.