ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરતાં શાતિર ઝડપાયા: અમદાવાદ-રાજકોટથી લઈ દિલ્હીમાં હાથ સાફ કર્યો

Contact News Publisher

રાજ્યમાં અનેક શહેરોમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરના દાગીનાની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગ હવે પોલીસના સકંજામાં આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોર ઝડપાયા છે. આ આંતરરાજ્ય ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં તરખાટ મચાવ્યો હતો. વિગતો મુજબ આ ઇસમો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેથી દાગીના સેરવી લેતા હતા. જોકે હવે પોલીસે આ લોકોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં પોલીસે ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોરને ઝડપી પાડ્યા છે. આ તરફ ઇસમોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા અને રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલ રાખતા હતા. આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં મચાવ્યો તરખાટ હતો.

પોલીસે ઝડપેલ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ઇસમો મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા. આ સાથે 8 સભ્યોની ગેંગ જુદાજુદા શહેરમાં સક્રિય થઈ ચોરીને અંજામ આપતા હતા. જેમાં અમદાવાદનો રમેશ ઉર્ફે ભોટી શંકર નાયક રિક્ષા ચલાવતો હતો અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર રિક્ષામાં પેસેન્જર બની ગુનાને અંજામ આપતો હતો. આ સાથે ચોરી વખતે એક મોપેડચાલક રિક્ષાની આગળ રહેતો હતો. આ તરફ હવે પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા અને ઝડપાયેલા 2 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
વડોદરા અને રાજ્યના અનેક શહેરોમાં એક પછી એક રીક્ષામાં દાગીના સેરવવાના બનાવોની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. આ તરફ વિવિધ સ્થળે લાગેલા CCTVનાં ફૂટેજ જોતાં નંબર પ્લેટ ઉપર ફૂલનો હાર લગાવી નંબર ના દેખાય એવી રીતે ફરતી રિક્ષા ઉપર શંકા ગઈ હતી. જેને કારણે પોલીસે રિક્ષાને વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર અટકાવી રિક્ષાચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક (ઉં.વ.29, રહે. અમદાવાદ) અને મુસાફરની સીટ પર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (ઉં.વ.31, રહે. મહેમદાવાદ અને રાજકોટ)ને ઝડપી લીધા હતા. બંનેની અને રિક્ષાની જડતી તપાસ કરતાં 68 હજારની કિંમતની સોનાની 2 ચેઇન મળી આવી હતી.

1 thought on “ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરતાં શાતિર ઝડપાયા: અમદાવાદ-રાજકોટથી લઈ દિલ્હીમાં હાથ સાફ કર્યો

  1. Pingback: jazz instrumental

Comments are closed.

Exclusive News