તલવારો સાથે ત્રાટક્યું ટોળું, હુમલો કરીને લઈ ગયા રોકડા: વડોદરામાં ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ લૂંટ

Contact News Publisher

વડોદરામાં ન્યુ VIP રોડ પર ડભોઈનાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનાં પેટ્રોલ પંપ પર રાત્રીનાં સુમારે લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું. અને પેટ્રોલ પંપનાં કર્મચારી પાસેથી 90 હજારની ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ હરણી પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 90 હજાર ઝૂંટવી ટોળુ ફરાર
ન્યુ VIP રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ચિખલીગર ગેંગ તલવાર સહિત અનેક ઘાતક હથિયારો સાથે 20 થી 25 માણસોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું. પેટ્રોલ પંપનાં કર્મચારી પાસેથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતની જાણ પોલીસ તેમજ ધારાસભ્યને થતા પોલીસ તેમજ ધારાસભ્ય રાત્રે પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ સીસીટીવીનાં આધારે આરોપીઓની ઓળખવિધિ કરી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી 3 આરોપીની કરી ધરપકડ
પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાં બનતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ પર પહોંચી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારનો કોર્ડની કરી તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા જતા તમામ વાહનોનું ચેકીગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી 3 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Exclusive News