વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ: ધોળા દિવસે શાળાએ જતી વિદ્યાર્થિનીને કારમાં ઉઠાવી લીધી, બેની ધરપકડ, જુઓ CCTV

Contact News Publisher

રાજ્યમાં દિન પ્રતિદિન ક્રાઈમના કિસ્સાઓ વધતા હોય તેમ અવાર નવાર બનાવો ધ્યાને આવી રહ્યાં છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બેફામ બની રહ્યાં છે. પોલીસની કડક કાર્યવાહી છતા લૂંટ, અપહરણ જેવા અનેક બનાવોના આંકડા વધી રહ્યાં છે. જે માનવ જાત માટે શર્મસાર છે. જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વિસાવદરમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું છે.
જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું
અત્રે જણાવીએ કે, શાળાએ જતી વિદ્યાર્થિનીને બળજબરી પૂર્વક કારમાં નાંખી અપહરણકારોએ અપહરણ કર્યું છે. બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થિનીને ઉપાડી નાંખી હતી જે બાદ તેઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા.વિગતો મુજબ જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું છે
પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ જઈ રહી હોય છે ત્યારે સ્વીફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થિનીઓને રોકે છે. જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાંખે છે, ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે.

Exclusive News