નરાધમે મિત્રની 8 વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બચકાં ભરી મોતને ઘાટ ઉતારી, અરવલ્લીની હૈયું હચમચાવી દેતી ઘટના

Contact News Publisher

અરવલ્લી જિલ્લામાં એક હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે હેવાનિયતની હટ વટાવી દીધી. અને એક 8 વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારી દીધી. અને આ હેવાન પણ અન્ય કોઈ નહીં બાળકીના પિતાનો મિત્ર નીકળ્યો. ત્યારે કોણ છે તે હેવાન. અને કેવી રીતે તેણે હેવાનિયતની તમામ હદો હટાવી. કોઈપણ વ્યક્તિ જ્યારે હેવાનિયતની હદ વટાવી દે છે ત્યારે તેને ભાન રહેતું નથી કે, હું આ કયું પગલું ભરી રહ્યો છું. પોતાના જ મિત્રની ફૂલ જેવી 8 વર્ષની દીકરીને પોતાના જ ઘરમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજારી શરીરે બચકાં ભરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના ધનસુરામાં સામે આવી છે.
બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી
આ હેવાનો પાડોશમાં રહેતા પોતાના જ મિત્રની 8 વર્ષની ફૂલ જેવી દીકરી પર દાનત બગાડી હતી. અને કોઈ બહાને બાળકીને ફોસલાવી પોતાનના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ પરિવાર બાળકી ન મળતા શોધખોળ હાથ ધરી તે દરમિયાન હેવાન જયંતીના ઘરેથી બાળકી મૃત હાલતમાં મળી આવી. જેથી ગ્રામજનોએ હેવાન જયંતીને પકડી પેથીપાક ચખાડ્યો અને ત્યાર બાદ પોલીસના હવાલે કરી દીધો.
મૃતદેહને પીએમ માટે મોકલીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી
પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી જયંતીને પણ ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ આવા હેવાનોને સમાજમાં ખુલ્લા ફરવાનો કોઈ અધિકાર નથી. તેથી તેને કડકમાં કડક સજા થાય તેવી ગ્રામજનોની માંગ છે.

Exclusive News