જ્યાં દારૂબંધી છે ત્યાં તો બંધ કરાવો: આણંદમાં બાળકોને આગળ કરી રહ્યા છે બુટલેગરો, પોલીસ ઘોર નિંદ્રામાં

Contact News Publisher

આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ કરાતું હોવાનો વીડિયો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં દારૂબંધી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગેની ચર્ચા વચ્ચે હવે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ એક વિડીયોઓ ભારે ચકચાર મચાવી છે. વિગતો મુજબ આણંદ જિલ્લામાં બાળકો દ્વારા દેશી દારૂનું વેચાણ અને મહિલા દ્વારા દેશી દારૂના પેકિંગનો એક વિડીયો સામે આવ્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ કરવાની અને બાળક દ્વારા દારૂની ડિલીવરી કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. એક ચર્ચા મુજબ આ વીડિયો આણંદના બોરસદના ગાજણા ગામનો હોવાનું કહેવાય છે. જ્યાં દારૂના ખુલ્લેઆમ વેપલાનો પર્દાફાશ થયો છે.

નાના બાળકો પાસે દેશી દારૂની ડિલિવરી
આ વિડીયોને આધારે સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, આ વિડીયોમાં નાના બાળક પાસે દેશી દારૂની ડિલીવરી કરાવાઇ રહી છે. આ સાથે દારૂ લેવા આવતા અને મંગાવતા ગ્રાહકોને બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. નોંધનિય છે કે, રાજ્યમાં છાશવારે કેમિકલ કાંડ અને લઠ્ઠાકાંડના બનાવો સામે આવવાની વચ્ચે આણંદમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહેલા ખુલ્લેઆમ દેશી દારૂની ડિલિવરી માટે બાળકોનો ઉપયોગ કરનાર લોકો સામે કાર્યવાહીની માગ ઉઠી છે.