શરીરમાં શું થાય તો માગી શકાય દારુની પરમિટ? કોને મળે? કેટલા સમયમાં? પછી શું? જાણો આખી પ્રોસેસ

Contact News Publisher

ગુજરાતમાં હેલ્થ પરમિટ લઈને કાયદેસરની રીતે દારુ પી શકાય છે જોકે તેને માટે નશાબંધી ખાતામાં અરજી કરવાની હોય છે અને કઈ કઈ શારીરિક તકલીફો છે તે દેખાડવું પડે છે. તેને માટે સિવિલ સર્જનના મેડિકલ સર્ટિફિકેટની જરુર પડે છે. સિવિલ સર્જન ફૂલ બોડી ચેક અપ કર્યાં બાદ જ સર્ટિફિકેટ આપે છે. ખોટા સર્ટિફિકેટથી પકડાઈ જવાનો પૂરો ડર છે અને આવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

કઈ શારીરિક તકલીફમાં દારુની પરમિટ 
ગુજરાતમાં હેલ્થના કારણોસર હેલ્થ પરમીટ માગી શકાય છે. અનિદ્રા, ચિંતા અને હાઈ બ્લડ પ્રેશર સહિતના બીજા કારણોસર હેલ્થ પરમિટ માગી શકાય છે. જોકે તેને માટે ઉંમર 40 વર્ષથી વધુની હોવી જોઈએ

20 હજારની ફી ભરવી પડે છે 
દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે. જેમાં નવી પરમીટ માટે રૂ.20 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે જૂની પરમીટ રિન્યુ માટે રૂ.14 હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં 4 થી 6 કરોડની આવક સિવિલને પણ થઈ રહી છે.

કેટલા સમયમાં થઈ શકે અરજીનો નિકાલ
નશાબંધી ખાતામાં કે સિવિલમાં અરજી મળ્યાં બાદ તેને સંબંધિત મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવે છે અને પૂરતી તપાસ થાય છે અને ખરેખર તે વ્યક્તિ હેલ્થ પરમિટ માટે પાત્ર છે કે નહીં તેની પૂરેપૂરી ખાતરી થાય છે જેને માટે 1 મહિના જેટલો સમય લાગી શકે છે અને ત્યાર બાદ યોગ્યતાને આધારે નશાબંધી ખાતામાંથી હેલ્થ પરમિટ આપવામાં આવે છે.

નશાબંધી ખાતામાં પણ અરજી કરી શકાય
દારુની પરમિટ મેળવવા માટે નશાબંધી ખાતામાં પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. જોકે તમે ઈચ્છો તો ઓફલાઈન અરજી પણ કરી શકો છો. માહિતી માટે લાલ દરવાજા પાસે આવેલી નશાબંધી ખાતાનો સંપર્ક સાધી શકાય છે.

6 પ્રકારની મળે છે પરમિટ 
હેલ્થ પરમીટ :
રાજ્યના વતની,રાજ્ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્યક્તિ અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો

હંગામી રહેવાસી :
– કામચલાઉ પરમીટ

ટુરિસ્ટ પરમીટ :
– એક મહિના માટે પરમીટ અપાય છે

મુલાકાતી વ્યક્તિ :
– રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે

ગ્રુપ પરમીટ :
– વિદેશી નાગરિકને સંમેલન કે કોન્ફરન્સ માટે

તત્કાલ પરમીટ :
– મેડિકલ હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્યક્તિને

પરમીટમાં કોને કેટલો દારૂ મળે
– 40 થી 50 વર્ષ સુધી – મહિને ત્રણ યુનિટ
– 50 થી 65 વર્ષ સુધી – મહિને ચાર યુનિટ
– 65 વર્ષ કરતાં વધુ – મહિને પાંચ યુનિટ

3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમીટ
અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. ટોટલ હાલમાં ગુજરાતમાં 43,000 લોકો પાસે દારુની પરમિટ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.

Exclusive News