હવે કેનેડામાં ઘર લેવું જાણે એક સપનું બની જશે! ટ્રુડો સરકારની આ જાહેરાતથી લાગશે મોટો ઝટકો

Contact News Publisher

કેનેડામાં ઘર લેવાનું સપના જોનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ઘર લેનાર વિદેશીઓ માટે ત્યાં ઘર લેવું સહેલું નહીં થાય, ટ્રુડો સરકારે એક નવી જાહેરાત કરી છે જેને ઘર ખરીદવાના માર્ગમાં અવરોધો ઉભા કર્યા છે. કેનેડાએ રવિવારે કેનેડિયન હાઉસિંગની વિદેશી માલિકી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવ્યો છે. સરકાર કહે છે કે તેનો હેતુ કેનેડિયનોની ચિંતાઓને દૂર કરવાનો છે.

વિદેશીઓ પર દેશમાં પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો
સતત વધી રહેલા ભાવને કારણે અહીંના નાગરિકો મકાનો બનાવી શકતા નથી. નોંધનીય છે કે ટ્રુડો સરકારે વર્ષ 2023માં જ વિદેશીઓ પર દેશમાં પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં વિદેશીઓ દ્વારા સતત રોકાણના કારણે ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. આ કારણે કેનેડિયનો પ્રોપર્ટી ખરીદી શકતા નથી.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા જવાબદાર
કેનેડામાં હાઉસિંગ સમસ્યા સતત વધી રહી છે. આ માટે સ્થળાંતર કરનારા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને જવાબદાર ગણવામાં આવે છે. જેના કારણે મકાનોની માંગ વધી છે, જ્યારે મોંઘવારીના કારણે બાંધકામની કામગીરી ધીમી પડી છે.

Exclusive News