હું એકલી છું કહીને મળવા બોલાવ્યો, પછી અચાનક સાત શખ્સો ત્રાટક્યા..: સુરતમાં હનીટ્રેપમાં ફસાયો રત્નકલાકાર, પોલીસે આ રીતે કરી મદદ

Contact News Publisher

સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. ડભોલીમાં રત્નકલાકારને 7 લોકોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતી દ્વારા રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ રત્નકલાકાર 70 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. રત્નકલાકારે 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં 5 હજાર રોકડા આપી દીધા હતા.

પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્રની ધરપકડ કરી
આરોપીઓએ રત્નકલાકારનાં પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. જે મામલે રત્નકલાકાર યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્નિ ચંદ્રની ધરપકડ કરી હતી. રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી.

કેટલાક શખ્સો આવી યુવકને બંધક બનાવી લઈ ગયા હતા
નંદની રત્નકલાકારને અવાર નવરા મળવા બોલાવતી હતી. પરંતું યુવક જતો ન હતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે નંદનીને મળવા ગયો હતો. યુવક નંદની સાથે વાત કરતો ત્યારે કેટલાક શખ્શો આવી યુવકને બંધક બનાવ્યો હતો. તેમજ યુવકને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. મહિલાના પતિએ યુવકને દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.