વડોદરામાં બૂટલેગર વિશાલ કહાર માથે દારુની બોટલ મૂકીને નાચ્યો, વીડિયો વાયરલ થતાં પકડાયો

Contact News Publisher

વડોદરાના કુખ્યાત બૂટલેગર વિશાલ કહારને માથે દારુની બોટલ અને ગ્લાસ મૂકીને નાચવાનું ભારે પડ્યું. તેના દારુ ડાન્સનો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે તાબડતોબ તેની ધરપકડ કરી હતી. વિશાલ લગ્નમાં માથે દારુની બોટલ મૂકીને ડાન્સ કરત મળ્યો હતો. કિશનવાડી વિસ્તારમાં રવિવારે રાત્રે ફિલ્માવવામાં આવેલા આ વીડિયોમાં કહાર અને તેના મિત્રો લોકપ્રિય ગીત “જમાલ કુડુ” પર નાચતા જોવા મળે છે. કહાર દારુની એક બોટલ પકડે છે અને પછી તેને માથાં પર મૂકતો મૂકતો ડાન્સ કરે છે, કોઈએ તેના માથા પરથી બોટલ લઈ લીધી તો તેણે ગ્લાસ લઈને માથા પર મૂક્યો અને ડાન્સ ચાલુ રાખ્યો.

વડોદરા પોલીસે કરી ધરપકડ 
વડોદરા પોલીસે વાયરલ થયેલા વીડિયોની નોંધ લઇ તેની ઓળખ કરી તેને પકડી પાડ્યો હતો. વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.વસાવાએ કહારની ધરપકડની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તે વડોદરામાં ગેરકાયદે દારૂના સપ્લાય માટે ધરપકડનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત ગુનેગાર છે. આ ઘટના પહેલીવાર નથી જ્યારે કહારે અધિકારીઓને પડકાર આપ્યો હોય. અહેવાલો અનુસાર, પોલીસને ટોણો મારતા તેના વીડિયો અગાઉ પણ ઓનલાઇન સામે આવી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે પોલીસ તેની સામે શું કાર્યવાહી કરે છે.