ગુજરાતમાંથી ઝડપાયેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલે નવો વળાંક, ચોંકાવનારો ખુલાસો થતા તપાસનો ધમધમાટ શરૂ

Contact News Publisher

ગત રોજ પોરબંદરનાં દરિયા કિનારેથી ફરી ગત રોજ સાંજે દિલ્હી નાર્કોટિક્સ, ગુજરાત એટીએસ તેમજ અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળી 3000 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે એજન્સીનાં સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ તેમજ અન્ય ડ્રગ્સ લઈને આવતા હતા. તે દરમ્યાન ગુજરાત એટીએસનાં અધિકારીઓએ બોટને ઝડપી પાડી તપાસ હાથ ધરતા તેમાંથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઝડપાયેલ ડ્રગ્સ હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડ્યું
ગત રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મધદરિયેથી ઈરાનની બોટમાં 3000 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે ઝડપાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત કરોડોની હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ATS દ્વારા આરોપીઓને ગુપ્ત સ્થળે લઈ જઈ તેઓની હાલ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પકડાયેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને સામગ્રી જપ્ત
પોલીસે પકડેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને સામગ્રી જપ્ત કરી હતી. ઝડપાયેલી પાંચેય બોટ અને ખલાસી ઈરાની હોવાનો ખુલાસો થયો છે. એટીએસ, નાર્કોટીક્સ અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

1000 કરો઼ડની કિંમતના ડ્રગ સાથે 5 આરોપીઓની ધરપકડ
ગુજરાત એટીએસ તેમજ નાર્કોટીક્સ અને નેવી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર પાસેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 1000 કરોડની કિંમતનાં ડ્રગ્સ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. મધદરીયે ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લેવાયા હતા. બોટમાં 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઈન, 25 કિલો મોર્ફીન હોવાની માહિતી મળી છે. ડ્રગ્સ લઈ જઈ રહેલ ઈરાની બોટને ઝડપી લેવામાં આવી ચે. મોટી માત્રામાં જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.