આ બે વિસ્તારના લોકોનું બદલાઈ જશે જીવન! ગુજરાત સરકારની મોટી જાહેરાત

Contact News Publisher

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ ધરમૂળથી બદલાઈ જશે. તેમને મળતી સુવિધાઓમાં થઈ જશે ફેરફાર. ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યની વધુ બે નગર પાલિકા મહાનગરપાલિકા બનશે, આ જાહેરાત ખુદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિધાનસભામાં ગૃહમાં કરી છે. ગુજરાતની પોરબંદર-છાયાં નગરપાલિકા અને બનશે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. મહત્ત્વનું છેકે, અગાઉ સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે.