જામનગરમાં પૂનમ માડમ હોટ ફેવરિટ પણ સેન્સમાં બે મોટા નામ, કોને મળશે તક? આ બેઠકો પર જુના રિપિટ

Contact News Publisher

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નામ લગભગ નક્કી છે ખાલી જાહેરાત જ બાકી છે. તો સૌરાષ્ટ્રની આહિરોના પ્રભુત્વવાળી જામનગર બેઠક પર સીટિંગ એમપી પૂનમ માડમને રિપિટ કરી શકાય છે.

રીવાબા જાડેજા અને મૂળુભાઈ બેરાના નામ પણ ચર્ચામાં
પીએમ મોદીની તાજેતરની ગુજરાત મુલાકાતથી પૂનમ માડમ ફરીથી જામનગરમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પીએમ મોદીએ દ્વારકામાં જાહેર સભામાં 37 હજાર આહિરાણીઓના કૃષ્ણ ભક્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી જામનગરમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી તેવી ચર્ચા છે. જામનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાને સુરદશન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની પણ પ્રશંસા કરી હતી

રીવાબા જાડેજા અને મૂળુ બેરા નામની પણ ચર્ચા
ભાજપની સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના નામો ચર્ચામાં આવ્યા છે.
જામનગરમા બે વાર જીત્યાં
પૂનમ માડમે કોંગ્રેસથી રાજનીતિમાં ઝુકાવ્યું હતું જોકે પછીથી તેઓ ભાજપમાં જોડાયા હતા. 2012માં જીતીને પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં પહોંચ્યાં હતા. 2014માં પાર્ટીએ તેમને જામનગરથી ચૂંટણી લડાવ્યા હતા. ત્યારબાદ પૂનમ માડમ પહેલીવાર સાંસદ બન્યા. પાર્ટીએ તેમને 2019માં રિપીટ કર્યા હતા.
કોણ છે પૂનમ માડમ
23 સપ્ટેમ્બર 1974ના રોજ જન્મેલી પૂનમ માડમ મૂળ જામનગરના છે. પૂનમ માડમ આહિર સમાજનું જાણીતું નામ છે તેમજ પૂર્વ સાંસદ વિક્રમ માડમના ભત્રીજી પણ છે. પૂનમ મેડમના લગ્ન પૂર્વ આર્મી ઓફિસર પરમિંદર મહાજન સાથે થયા હતા. તેમના પિતા પણ રાજકારણમાં રહ્યા છે. સંતાનમાં પૂનમ માડમને એક જ સંતાન હતું. શિવાની, જેનું ડિસેમ્બર 2018માં દિવાળીના દિવસે ફટાકડાં ફોડતાં દાઝતાં સિંગાપુરની હોસ્પિટલમા અવસાન થયું હતું.
3 બેઠકોના નામ લગભગ ફાઈનલ
ગુજરાતમાં લોકસભાની કુલ 26માંથી 3 બેઠકોના નામ ફાઈનલ હોવાનું જણાઈ રહ્યું છે. ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ અને નવસારીથી સીઆર પાટિલને રિપિટ કરી શકાય છે. જોકે સત્તાવાર જાહેરાત બાકી છે.
23 બેઠકો પર બદલાઈ શકે ઉમેદવારો
3 બેઠકો બાદ કરતાં બાકીની 23 બેઠકોમાં ફેરફાર જોવા મળી શકે છે કેટલીક પર નવા ચહેરાને તક મળી શકે તો કેટલીક પર જુનાને રિપિટ કરી શકાય છે. .